અકબર કે મહારાણા પ્રતાપ માં વ્યક્તિગત રીતે મજબૂત કોણ હતાં?

અકબર કે મહારાણા પ્રતાપમાં વ્યક્તિગત રીતે વધુ મજબૂત કોણ હતા?
મહારાણા પ્રતાપ સાથે અકબર ની તુલના ના થઈ શકે છતા હુ તમારા પ્રશ્નનો વધુ સારી રિતે જવાબ આપવા માટે બન્ને રાજાઓને સરખાવુ છુ
હલ્દીઘાટીના યુદ્ધ દરમિયાન ભલે તેમને પરાજયનો સામનો કરવો પડ્યા. પરંતુ હલ્દીઘાટી બાદ પોતાની શક્તિને સંગઠીત કરી, શત્રુને પુનઃ પડકાર આપવો પ્રતાપની યુદ્ધનીતિનું એક અંગ હતુ. મહારાણા પ્રતાપે ભીલોની શક્તિને ઓળખીને છાપામાર યુદ્ધ પદ્ધતિથી અનેકવાર મુગલ સેનાને મુશ્કેલીમાં મુકી દિધા હતા. મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય માટે અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. તોના શૌર્ય, ઉદારતા તથા સારા ગુણોના કારણે જનસમુદાયમાં પ્રિય હતા. મહારાણા પ્રતાપ સાચા ક્ષત્રિય યોદ્ધા હતા, તેમણે અમરસિંહ દ્વારા પકડવામાં આવેલી બેગમોને સમ્માનપૂર્વક પરત મોકલી પોતાના હૃદયની વિશાળતાનો પરિચય કરાવ્યો હતો. જ્યારે અકબાર હિંદુ રાજાઓની રાજકુમારીઓ સાથે લગ્ન કરીને નાના રજવાડા પોતાની સત્તા હેઠળ લાવતો હતો


શિક્ષણ અને બાળપણ:

મહારાણા પ્રતાપ નુ બાળપણ શિક્ષણ અને પરાક્ર્મો માથી પસાર થયુ હતુ જ્યારે અકબરે બાળપણ મા કોઇ પરાક્રમો કર્યા હોય તેવુ ઇતિહાસમાંં ક્યારેય વાંચ્યુ નથી અને તમને ખબર હશે કે અકબર અભણ હતો.

⚔️રાજ્યની આન માટે લીધું એક પ્રણ⚔️

રાજસ્થાનના કુંભલગઢમાં પ્રતાપનો જન્મ મહારાણા ઉદયસિંહ તેમજ માતા રાણી જીવંત કંવરના ઘેર થયો હતો. તે સમયે દિલ્લીમાં સમ્રાટ અકબરનું રાજ્ય હતુ જે ભારતના તમામ રાજા-મહારાજાઓને પોતાના આધીન કરીને મુગલ સામ્રાજ્યનો ધ્વજ ફરકાવવા ઈચ્છતા હતા. મેવાડની ભુમિને મુગલ આધિપત્યથી બચાવવા માટે મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મેવાડ આઝાદ નહીં થાય. ત્યાં સુધી હું મહેલો છોડીને જંગલોમાં નિવાસ કરીશ, સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરી કંદમુળ ફળોથી જ પેટ ભરીશ પરંતુ અકબરનું આધિપત્ય ક્યારેય નહીં સ્વિકારૂ


⚔️હલ્દીઘાટીમાં અકબર સેનાના દાંત ખાટા કર્યા⚔️

રાજસ્થાનના અનેક રાજવી પરિવારો અકબરની શક્તિ સામે ઘુંટણિયે પડી ગયા. પરંતુ મહારાણા પ્રતાપ પોતાના વંશને કાયમ રાખવા માટે સંઘર્ષ કરતા રહ્યા અને અકબર સામે સમર્પણ ન કર્યુ. 1576માં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે એવું યુદ્ધ થયુ જે પુરા વિશ્વમાં આજે પણ ઉદાહરણરૂપ થે, આ યુદ્ધમાં પ્રતાપે અભૂતપૂર્વતા દાખવી અને મેવાડી સાહસને ચાલતા મુગલ સેનાના દાંત ખાટા કર્યા અને અકબરના સેંકડો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.


⚔️30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો⚔️
મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા.

⚔️⚔️પરજાના પ્રહરી હતા પ્રતાપ⚔️

મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને પોતાના નાના દિકરા જગમાલ સાથે લગાવ હતો. આ જ કારણે મૃત્યુ સમયે ઉદયસિંહે તેને રાજગાદી સોંપી દિધી. ઉદયસિંહનું આ કાર્ય નીતિ વિરુદ્ધ હતુ. કારણ કે રાજગાદીના હકદાર મહારાણા પ્રતાપ હતા. તે જગમાલથી મોટા હતા. આ ઝેર વધતું ગયુ. પ્રજા પ્રતાપને વધારે સમ્માન આપતી હતી. એવું એટલા માટે હતુ કારણ કે પ્રતાપસિંહનું મનમોહક વ્યક્તિત્વ, પોતાને પ્યારી પ્રજાના સેવક માનતા, દેશ અને ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ જેવા અનેક સદગુણો તેનામાં હતા. જગમાલને ગાદી મળતા તમામ લોકો નિરાશ થયા, પરંતુ પ્રતાપના ચહેરા પર એક નાની કરચલી પણ ન ઉપસી.

મહારાણા ના મૃત્યુ પર અકબર પણ રડ્યો હતો

પોતાના સીમિત સાધનો સાથે અકબર જેવા શક્તિશાળી શાસકને લાંબા સમય સુધી ટક્કર આપનાર વીર મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર પણ દુઃખી થયા હતા. અકબરની ઉચ્ચ મહત્વાકાંક્ષા, શાસન નિપુણતા અને અસીમ સાધન જેવી ભાવનાઓ પણ મહારાણા પ્રતાપની વીરતા અને સાહસને પરાસ્ત કરી ન શકી. આખરે શિકાર દરમિયાન લાગેલા ઘાવના કારણે મહારાણા પ્રતાપનું મૃત્યુ 29 જાન્યુઆરી 1597ના થયુ હતુ

અકબર અને મહરાણા પ્રતાપ ના શરીર ની તુલના કરીએ તો આવી થાય
અકબર ની ઉંચાઇ સાડા પાંચ ફુટ અને રાણાની સાડા સાત ફુટ


ઘણા બધા લોકો આજે પણ અકબર ને મહાન માને છે જો કે એમાં એમનો કોઇ વાંક નથી. એના માટે જવાબદાર આપણી શિક્ષણ પ્રણાલી છે, જેમના વિશે ભણાવવુ જોઇએ એવુ ભણાવવામાં આવતુ નથી, ભારતના ઇતિહાસમાંં મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, અને પ્રુથ્વિરાજ ચૌહાણ જેવા અનેક મહાન રાજાઓ થઇ ગયા છે પરંતુ પાઠ્યપુસ્તક્મા તમે ક્યારેય આ રાજઓ વિશે ભણ્યા નહિ હોય...
તમને અકબર ની સાત પેઢિઓના નામ ખબર હશે (જેમ કે બાબર, હુમાયુ, અકબર, જહાંગિર, શાહ્જહાં, ઓરંગઝેબ વગેરે વગેરે...) પણ મહારાણા પ્રતાપ ને બે પેઢી ના નામ ખબર નહિ હોય... જે પણ હોય હોય અંતમાં હુ એક વાક્ય લખિશ કે અકબર પોણા હિંદુસ્તાન નો શાસક હતો જ્યારે રાણો મેવાડ ની પ્રજા ના દિલનો શાસક હતો....


Comments

Popular posts from this blog

🧑‍🦯 અંતરમાં ઝણઝણાટી થાય તો માનજો કે અંદરનો માણસ જીવંત છે 🧑‍🦯

🤔😓માંબાપની પોતાના સંતાન પ્રત્યેની લાગણી😓🤔

👩‍❤️‍👨જીંદગી પર કુછ નહિ તેરી મેરી કહાની હૈ 👩‍❤️‍👨